હઝકિયેલ ૧૨:૧
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૧૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 12:1
- The LORD’s word also came to me, saying,
- हिन्दी — यहेजकेल १२:१
- फिर यहोवा का यह वचन मेरे पास पहुँचा,
સંદર્ભમાં
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨“હે મનુષ્યપુત્ર, તું બંડખોર લોકો મધ્યે રહે છે. જોવાને માટે તેઓને આંખો હોવા છતાં પણ તેઓ દેખતા નથી અને કાન હોવા છતાં પણ સાંભળતા નથી, કેમ કે તેઓ બંડખોર લોકો છે.
૩તેથી, હે મનુષ્યપુત્ર, તું દેશવટે જવાને માટે સામાન તૈયાર કર, તેઓના દેખતાં દિવસે ચાલી નીકળ, કેમ કે તેઓના દેખતાં તું તારી જગ્યાએથી બીજે જગ્યાએ જા. જોકે તેઓ બંડખોર લોક છે પણ કદાચ તેઓ જુએ.
