હઝકિયેલ ૧૨:૨૩
માટે, તું તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: ‘હું આ કહેવતનો અંત લાવીશ, જેથી ઇઝરાયલી લોકો તેનો ફરીથી ઉપયોગ કરે નહિ.’ તેઓને કહે કે, “સમય નજીક આવ્યો છે અને દરેક સંદર્શન પરિપૂર્ણ થશે.”હઝકિયેલ ૧૨:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 12:23
- Tell them therefore, ‘The Lord GOD says: “I will make this proverb to cease, and they will no more use it as a proverb in Israel;”’ but tell them, ‘“The days are at hand, and the fulfillment of every vision.
- हिन्दी — यहेजकेल १२:२३
- इसलिए उनसे कह, ‘प्रभु यहोवा यह कहता है: मैं इस कहावत को बन्द करूँगा; और यह कहावत इस्राएल पर फिर न चलेगी।’ और तू उनसे कह कि वह दिन निकट आ गया है, और दर्शन की सब बातें पूरी होने पर हैं।
સંદર્ભમાં
૨૧ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨૨“હે મનુષ્યપુત્ર, ‘દિવસોને વિલંબ લાગે છે અને દરેક સંદર્શન નિષ્ફળ થાય છે’ એવી કહેવત ઇઝરાયલ દેશમાં વધારે ચાલે છે તે શું છે?
૨૩માટે, તું તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: ‘હું આ કહેવતનો અંત લાવીશ, જેથી ઇઝરાયલી લોકો તેનો ફરીથી ઉપયોગ કરે નહિ.’ તેઓને કહે કે, “સમય નજીક આવ્યો છે અને દરેક સંદર્શન પરિપૂર્ણ થશે.”
૨૪કેમ કે હવે પછી ઇઝરાયલ લોકોમાં જૂઠાં સંદર્શન તથા ખુશકારક શકુન જોવામાં આવશે નહિ.
૨૫કેમ કે હું, યહોવાહ છું, હું બોલીશ, હું જે વચન બોલીશ તે ફળીભૂત થશે. તેનો વિલંબ કરવામાં આવશે નહિ. હે બંડખોર લોકો, હું તમારા દિવસોમાં આ વચનો બોલીશ, તેને હું ફળીભૂત કરીશ. આ પ્રભુ યહોવાહનાં વચનો છે.
