હઝકિયેલ ૧૩:૧૨
જો, દીવાલ પડી જશે. શું તમને બીજા લોકો પૂછશે નહિ કે, “તમે ધોળ્યો તે ચૂનો ક્યાં છે?”હઝકિયેલ ૧૩:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 13:12
- Behold, when the wall has fallen, won’t it be said to you, “Where is the plaster with which you have plastered it?”
- हिन्दी — यहेजकेल १३:१२
- इसलिए जब दीवार गिर जाएगी, तब क्या लोग तुम से यह न कहेंगे कि जो पुताई तुम ने की वह कहाँ रही?
સંદર્ભમાં
૧૦જોકે શાંતિ નથી તોપણ તેઓએ શાંતિ છે એમ કહીને મારા લોકોને ભમાવ્યા છે, તેઓ દીવાલ બાંધે છે કે તેઓ ચૂનાથી તેને ધોળે.’
૧૧ચૂનો ધોળનારાઓને કહે કે; ‘તે દીવાલ પડી જશે; ત્યાં મુશળધાર વરસાદ વરસશે; મોટા કરા વરસશે અને તોફાની વાવાઝોડું તેને પાડી નાખશે.
૧૨જો, દીવાલ પડી જશે. શું તમને બીજા લોકો પૂછશે નહિ કે, “તમે ધોળ્યો તે ચૂનો ક્યાં છે?”
૧૩એ માટે પ્રભુ યહોવાહ કહે છે: ‘હું મારા ક્રોધમાં તોફાની પવન લાવીશ, મારા ક્રોધમાં મુશળધાર વરસાદ થશે અને કરા તેઓનો સંપૂર્ણ નાશ કરશે.
૧૪જે દીવાલને તમે ધોળો છો તેને હું તોડી પાડીશ, હું તેને જમીનદોસ્ત કરી નાખીશ અને તેના પાયા ખુલ્લા થઈ જશે. તે પડી જશે અને તમે બધા તેની નીચે કચડાઈને મરી જશો. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
