હઝકિયેલ ૧૩:૧૮
તેઓને કહે કે ‘પ્રભુ યહોવાહ કહે છે: જે સ્ત્રીઓ કોણી પર કે કાંડા પર તાવીજ બાંધે છે, લોકોને ફસાવવા માટે દરેક કદના બુરખા બનાવે છે, તેઓને અફસોસ, શું તમે મારા લોકોના જીવનો શિકાર કરશો, તમારા પોતાના જીવ બચાવી રાખશો?હઝકિયેલ ૧૩:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 13:18
- and say, “The Lord GOD says: ‘Woe to the women who sew magic bands on all elbows and make veils for the head of persons of every stature to hunt souls! Will you hunt the souls of my people and save souls alive for yourselves?
- हिन्दी — यहेजकेल १३:१८
- प्रभु यहोवा यह कहता है: जो स्त्रियाँ हाथ के सब जोड़ो के लिये तकिया सीतीं और प्राणियों का अहेर करने को सब प्रकार के मनुष्यों की आँख ढाँपने के लिये कपड़े बनाती हैं, उन पर हाय! क्या तुम मेरी प्रजा के प्राणों का अहेर करके अपने निज प्राण बचा रखोगी?
સંદર્ભમાં
૧૬ઇઝરાયલના જે પ્રબોધકો યરુશાલેમ વિષે પ્રબોધ કરે છે અને શાંતિ ન હોવા છતાં શાંતિના સંદર્શન જુએ છે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
૧૭હે મનુષ્યપુત્ર, તારા લોકની જે દીકરીઓ મન કલ્પિત પ્રબોધ કરે છે તેઓની વિરુદ્ધ તારું મુખ રાખ, તેઓની વિરુદ્ધ પ્રબોધ કર.
૧૮તેઓને કહે કે ‘પ્રભુ યહોવાહ કહે છે: જે સ્ત્રીઓ કોણી પર કે કાંડા પર તાવીજ બાંધે છે, લોકોને ફસાવવા માટે દરેક કદના બુરખા બનાવે છે, તેઓને અફસોસ, શું તમે મારા લોકોના જીવનો શિકાર કરશો, તમારા પોતાના જીવ બચાવી રાખશો?
૧૯મારા લોકો જે તમારી જૂઠી વાતો સાંભળે છે તેઓની આગળ જૂઠું બોલીને, જે લોકોને મરવું ન હતું તેઓને તમે મારી નાખીને, જે લોકોને જીવવું નહોતું તેઓના જીવ બચાવી રાખવાને તમે મુઠ્ઠીભર જવ તથા ટુકડો રોટલી લઈને મને મારા લોકોમાં અપવિત્ર કર્યો છે.
૨૦તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: તમે તમારા દોરાધાગાથી લોકોના જીવોનો પક્ષીઓની માફક શિકાર કરો છો તેઓની વિરુદ્ધ હું છું. હું તેઓને તમારા હાથ પરથી ફાડી નાખીશ, જે લોકોને તમે પક્ષીઓની માફક શિકાર કરો છો તેઓને હું છોડી મૂકીશ.
