હઝકિયેલ ૧૩:૫
યહોવાહને દિવસે યુદ્ધમાં સામનો કરવા સારુ તમે દીવાલમાં પડેલા કાણા આગળ ચઢી નથી ગયા. ઇઝરાયલી લોકને સારુ વાડ નથી કરી.હઝકિયેલ ૧૩:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 13:5
- You have not gone up into the gaps or built up the wall for the house of Israel, to stand in the battle in the LORD’s day.
- हिन्दी — यहेजकेल १३:५
- तुम ने दरारों में चढ़कर इस्राएल के घराने के लिये दीवार नहीं सुधारी, जिससे वे यहोवा के दिन युद्ध में स्थिर रह सकते।
સંદર્ભમાં
૩પ્રભુ યહોવાહ કહે છે: જે મૂર્ખ પ્રબોધકો પોતાના મનમાં આવે છે તેમ પ્રબોધ કરે છે, પણ તેઓ કંઈ જોતા નથી તેઓને અફસોસ!
૪હે ઇઝરાયલ, તારા પ્રબોધકો ખંડેર જગ્યામાં વસતા શિયાળ જેવા છે.
૫યહોવાહને દિવસે યુદ્ધમાં સામનો કરવા સારુ તમે દીવાલમાં પડેલા કાણા આગળ ચઢી નથી ગયા. ઇઝરાયલી લોકને સારુ વાડ નથી કરી.
૬જેઓને યહોવાહે મોકલ્યા નથી તેમ છતાં તેઓ કહે છે કે ‘યહોવાહ આમ કહે છે તેવા લોકોને વ્યર્થતાનું તથા જૂઠા શકુનનું સંદર્શન થયું છે. તેઓએ લોકોમાં એવી આશા ઉત્પન્ન કરી છે કે તેઓનો સંદેશો ફળીભૂત થશે.
૭હું બોલ્યો નથી તોપણ તમે કહો છો કે, “યહોવાહ આમ કહે છે” તો શું તમને વ્યર્થ સંદર્શન થયું નથી તથા તમે જૂઠા શકુન જોયા નથી?
