હઝકિયેલ ૧૪:૧૫
“જો હું હિંસક પશુઓને તે દેશમાં સર્વત્ર મોકલું અને તેઓ આ દેશને એવો વેરાન કરી મૂકે કે, પશુઓને લીધે કોઈ માણસ ત્યાંથી પસાર થઈ શકે નહિ.હઝકિયેલ ૧૪:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 14:15
- “If I cause evil animals to pass through the land, and they ravage it and it is made desolate, so that no man may pass through because of the animals—
- हिन्दी — यहेजकेल १४:१५
- यदि मैं किसी देश में दुष्ट जन्तु भेजूँ जो उसको निर्जन करके उजाड़ कर डालें, और जन्तुओं के कारण कोई उसमें होकर न जाएँ,
સંદર્ભમાં
૧૩હે મનુષ્યપુત્ર, જો કોઈ દેશ વિશ્વાસઘાત કરીને મારી વિરુદ્ધ પાપ કરે, તો હું મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને તેના આજીવિકાવૃક્ષને નષ્ટ કરીશ. તેઓના પર દુકાળ મોકલીશ, અને બન્નેનો એટલે માણસો તથા પશુઓનો નાશ કરીશ.
૧૪જો કે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ માણસો દેશમાં હોય તોપણ તેઓ પોતાના ન્યાયથી પોતાનો જ જીવ બચાવશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
૧૫“જો હું હિંસક પશુઓને તે દેશમાં સર્વત્ર મોકલું અને તેઓ આ દેશને એવો વેરાન કરી મૂકે કે, પશુઓને લીધે કોઈ માણસ ત્યાંથી પસાર થઈ શકે નહિ.
૧૬પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે,” જોકે આ ત્રણ માણસો તેમાં હોય, “તોપણ તેઓ પોતાના દીકરાઓને કે દીકરીઓને બચાવી શકશે નહિ. ફક્ત પોતાના જીવ બચાવી શક્યા હોત. પણ આખો દેશ વેરાન થઈ જશે.
૧૭અથવા, જો હું આ દેશ વિરુદ્ધ તલવાર લાવીને કહું કે, ‘હે તલવાર, જા દેશમાં સર્વત્ર ફરી વળ અને તેમાંથી બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કર.
