હઝકિયેલ ૧૪:૧૬
પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે,” જોકે આ ત્રણ માણસો તેમાં હોય, “તોપણ તેઓ પોતાના દીકરાઓને કે દીકરીઓને બચાવી શકશે નહિ. ફક્ત પોતાના જીવ બચાવી શક્યા હોત. પણ આખો દેશ વેરાન થઈ જશે.હઝકિયેલ ૧૪:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 14:16
- though these three men were in it, as I live,” says the Lord GOD, “they would deliver neither sons nor daughters. They only would be delivered, but the land would be desolate.
- हिन्दी — यहेजकेल १४:१६
- तो चाहे उसमें वे तीन पुरुष हों, तो भी प्रभु यहोवा की यह वाणी है, मेरे जीवन की सौगन्ध, न वे पुत्रों को और न पुत्रियों को बचा सकेंगे; वे ही अकेले बचेंगे; परन्तु देश उजाड़ हो जाएगा।
સંદર્ભમાં
૧૪જો કે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ માણસો દેશમાં હોય તોપણ તેઓ પોતાના ન્યાયથી પોતાનો જ જીવ બચાવશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
૧૫“જો હું હિંસક પશુઓને તે દેશમાં સર્વત્ર મોકલું અને તેઓ આ દેશને એવો વેરાન કરી મૂકે કે, પશુઓને લીધે કોઈ માણસ ત્યાંથી પસાર થઈ શકે નહિ.
૧૬પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે,” જોકે આ ત્રણ માણસો તેમાં હોય, “તોપણ તેઓ પોતાના દીકરાઓને કે દીકરીઓને બચાવી શકશે નહિ. ફક્ત પોતાના જીવ બચાવી શક્યા હોત. પણ આખો દેશ વેરાન થઈ જશે.
૧૭અથવા, જો હું આ દેશ વિરુદ્ધ તલવાર લાવીને કહું કે, ‘હે તલવાર, જા દેશમાં સર્વત્ર ફરી વળ અને તેમાંથી બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કર.
૧૮પ્રભુ યહોવાહ પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે,” જો આ ત્રણ માણસો દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી નહિ શકે; તેઓ ફક્ત પોતાના જ પ્રાણ બચાવશે.
