હઝકિયેલ ૧૪:૧૯
અથવા જો હું આ દેશ વિરુદ્ધ મરકી મોકલું અને મારો કોપ તે પર લોહીરૂપે રેડીને તેમાંના માણસો તથા પશુઓનો સંહાર કરું,હઝકિયેલ ૧૪:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 14:19
- “Or if I send a pestilence into that land, and pour out my wrath on it in blood, to cut off from it man and animal—
- हिन्दी — यहेजकेल १४:१९
- यदि मैं उस देश में मरी फैलाऊँ और उस पर अपनी जलजलाहट भड़काकर उसका लहू ऐसा बहाऊँ कि वहाँ के मनुष्य और पशु दोनों नाश हों,
સંદર્ભમાં
૧૭અથવા, જો હું આ દેશ વિરુદ્ધ તલવાર લાવીને કહું કે, ‘હે તલવાર, જા દેશમાં સર્વત્ર ફરી વળ અને તેમાંથી બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કર.
૧૮પ્રભુ યહોવાહ પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે,” જો આ ત્રણ માણસો દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી નહિ શકે; તેઓ ફક્ત પોતાના જ પ્રાણ બચાવશે.
૧૯અથવા જો હું આ દેશ વિરુદ્ધ મરકી મોકલું અને મારો કોપ તે પર લોહીરૂપે રેડીને તેમાંના માણસો તથા પશુઓનો સંહાર કરું,
૨૦પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે” જોકે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ ત્રણ માણસો તે દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી શકશે નહિ; પોતાના ન્યાયીપણાને કારણે તેઓ ફક્ત પોતાના પ્રાણ બચાવશે.”
૨૧કેમ કે પ્રભુ યહોવાહ આમ કહે છે: “યરુશાલેમમાંથી હું બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ એટલે દુકાળ, તલવાર, જંગલી પશુઓ તથા મરકી મોકલીશ.
