હઝકિયેલ ૧૪:૨૦
પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે” જોકે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ ત્રણ માણસો તે દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી શકશે નહિ; પોતાના ન્યાયીપણાને કારણે તેઓ ફક્ત પોતાના પ્રાણ બચાવશે.”હઝકિયેલ ૧૪:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 14:20
- though Noah, Daniel, and Job, were in it, as I live,” says the Lord GOD, “they would deliver neither son nor daughter; they would deliver only their own souls by their righteousness.”
- हिन्दी — यहेजकेल १४:२०
- तो चाहे नूह, दानिय्येल और अय्यूब भी उसमें हों, तो भी, प्रभु यहोवा की यह वाणी है, मेरे जीवन की सौगन्ध, वे न पुत्रों को और न पुत्रियों को बचा सकेंगे, अपने धार्मिकता के द्वारा वे केवल अपने ही प्राणों को बचा सकेंगे।
સંદર્ભમાં
૧૮પ્રભુ યહોવાહ પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે,” જો આ ત્રણ માણસો દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી નહિ શકે; તેઓ ફક્ત પોતાના જ પ્રાણ બચાવશે.
૧૯અથવા જો હું આ દેશ વિરુદ્ધ મરકી મોકલું અને મારો કોપ તે પર લોહીરૂપે રેડીને તેમાંના માણસો તથા પશુઓનો સંહાર કરું,
૨૦પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે” જોકે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ ત્રણ માણસો તે દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી શકશે નહિ; પોતાના ન્યાયીપણાને કારણે તેઓ ફક્ત પોતાના પ્રાણ બચાવશે.”
૨૧કેમ કે પ્રભુ યહોવાહ આમ કહે છે: “યરુશાલેમમાંથી હું બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ એટલે દુકાળ, તલવાર, જંગલી પશુઓ તથા મરકી મોકલીશ.
૨૨તોપણ જુઓ, તેમાંના એક ભાગને જીવતો રાખવામાં આવશે, તેઓને, દીકરા અને દીકરીઓને બહાર લઈ જવામાં આવશે. જુઓ, તેઓ તમારી પાસે બહાર આવશે, તમે તેઓનાં આચરણ તથા કૃત્યો જોશો, જે શિક્ષા મેં યરુશાલેમ પર મોકલી છે તે વિષે, એટલે જે સર્વ મેં દેશ પર મોકલ્યું છે તે વિષે તમારા મનમાં સાંત્વના થશે.
