હઝકિયેલ ૧૭:૩
તેઓને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, મોટી પાંખોવાળો તથા લાંબા નખવાળો રંગબેરંગી પીંછાવાળો, મોટો ગરુડ ઊડીને લબાનોન પર આવ્યો અને તેણે દેવદાર વૃક્ષની ટોચની ડાળી તોડી.હઝકિયેલ ૧૭:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 17:3
- and say, ‘The Lord GOD says: “A great eagle with great wings and long feathers, full of feathers which had various colors, came to Lebanon and took the top of the cedar.
- हिन्दी — यहेजकेल १७:३
- एक लम्बे पंखवाले, परों से भरे और रंग-बिरंगे बड़े उकाब पक्षी ने लबानोन जाकर एक देवदार की फुनगी नोच ली।
સંદર્ભમાં
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોને ઉખાણું કહીને તેઓને આ દ્રષ્ટાંત આપ.
૩તેઓને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, મોટી પાંખોવાળો તથા લાંબા નખવાળો રંગબેરંગી પીંછાવાળો, મોટો ગરુડ ઊડીને લબાનોન પર આવ્યો અને તેણે દેવદાર વૃક્ષની ટોચની ડાળી તોડી.
૪વૃક્ષની ટોચે રહેલી ડાળીઓ તોડીને તેને તે કનાન દેશમાં લઈ ગયો; તેણે તે વેપારીઓના નગરમાં રોપી.
૫તેણે જમીન પરથી કેટલાંક બીજ પણ લીધાં, તેને વાવણી માટે તૈયાર જમીન પર વાવ્યા. તેણે તે દેશનું બી લઈને ફળદ્રુપ જમીનમાં મોટા જળાશય પાસે ઊગેલા વૃક્ષની માફક રોપ્યું.
