હઝકિયેલ ૧૮:૩
“પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે” હવેથી ઇઝરાયલમાં તમને આ કહેવતનો ઉપયોગ કરવાનો પ્રસંગ નહિ આવે.હઝકિયેલ ૧૮:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 18:3
- “As I live,” says the Lord GOD, “you shall not use this proverb any more in Israel.
- हिन्दी — यहेजकेल १८:३
- प्रभु यहोवा यह कहता है कि मेरे जीवन की शपथ, तुम को इस्राएल में फिर यह कहावत कहने का अवसर न मिलेगा।
સંદર્ભમાં
૧ફરી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨“તમે શા કારણથી, ઇઝરાયલ દેશ વિષે આ કહેવતનો ઉપયોગ કરો છે? ‘પિતાઓએ ખાટી દ્રાક્ષા ખાધી છે અને છોકરાઓના દાંત ખટાઈ ગયા છે?”
૩“પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે” હવેથી ઇઝરાયલમાં તમને આ કહેવતનો ઉપયોગ કરવાનો પ્રસંગ નહિ આવે.
૪જુઓ, એકેએક જીવ મારો છે, જેમ પિતાનો જીવ તેમ પુત્રનો જીવ પણ મારો છે. જે માણસ પાપ કરશે તે મૃત્યુ પામશે.
૫કેમ કે જો કોઈ માણસ ન્યાયી હશે, તે ન્યાયીપણા તથા પ્રામાણિકપણે ચાલશે.
