હઝકિયેલ ૨૨:૨૪
“હે મનુષ્યપુત્ર, તેને કહે: ‘તું તો એક સ્વચ્છ નહિ કરાયેલો દેશ છે. કે જેના પર કોપના દિવસે કદી વરસાદ વરસ્યો નથી.હઝકિયેલ ૨૨:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 22:24
- “Son of man, tell her, ‘You are a land that is not cleansed nor rained on in the day of indignation.’
- हिन्दी — यहेजकेल २२:२४
- “हे मनुष्य के सन्तान, उस देश से कह, तू ऐसा देश है जो शुद्ध नहीं हुआ, और जलजलाहट के दिन में तुझ पर वर्षा नहीं हुई;
સંદર્ભમાં
૨૨જેમ ચાંદી ભઠ્ઠીમાં ઓગળી જાય છે, તેમ તમને તેમાં પિગળાવવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં યહોવાહે મારો રોષ તમારા પર રેડ્યો છે!”
૨૩ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨૪“હે મનુષ્યપુત્ર, તેને કહે: ‘તું તો એક સ્વચ્છ નહિ કરાયેલો દેશ છે. કે જેના પર કોપના દિવસે કદી વરસાદ વરસ્યો નથી.
૨૫શિકાર ફાડી ખાનાર ગર્જના કરતા સિંહની જેમ તારા પ્રબોધકો એ તારી વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું છે, તેઓએ ઘણા જીવોને ફાડી ખાધા છે અને તેઓએ કિંમતી દ્રવ્ય લઈ લીધું છે. તેઓ બળજબરીથી ખજાનો અને સંપત્તિ પડાવી લે છે. તેઓએ તેમાં વિધવાઓની સંખ્યા વધારી છે.
૨૬તેના યાજકોએ મારા નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે, તેઓએ મારી અર્પિત વસ્તુઓને ભ્રષ્ટ કરી છે. તેઓએ પવિત્ર વસ્તુ તથા અપવિત્ર વસ્તુ વચ્ચે તફાવત રાખ્યો નથી. તેઓ શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ મારા વિશ્રામવાર તરફ નજર કરતા નથી તેથી હું તેઓની વચ્ચે અપવિત્ર થયો છું.
