હઝકિયેલ ૨૨:૨૩
ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૨૨:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 22:23
- The LORD’s word came to me, saying,
- हिन्दी — यहेजकेल २२:२३
- फिर यहोवा का यह वचन मेरे पास पहुँचा:
સંદર્ભમાં
૨૧હું તમને ભેગા કરીશ અને મારો ક્રોધરૂપી અગ્નિ તમારા પર ફૂંકીશ, જેથી તમે મારા રોષની ભઠ્ઠીમાં ઓગળી જશો.
૨૨જેમ ચાંદી ભઠ્ઠીમાં ઓગળી જાય છે, તેમ તમને તેમાં પિગળાવવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં યહોવાહે મારો રોષ તમારા પર રેડ્યો છે!”
૨૩ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨૪“હે મનુષ્યપુત્ર, તેને કહે: ‘તું તો એક સ્વચ્છ નહિ કરાયેલો દેશ છે. કે જેના પર કોપના દિવસે કદી વરસાદ વરસ્યો નથી.
૨૫શિકાર ફાડી ખાનાર ગર્જના કરતા સિંહની જેમ તારા પ્રબોધકો એ તારી વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું છે, તેઓએ ઘણા જીવોને ફાડી ખાધા છે અને તેઓએ કિંમતી દ્રવ્ય લઈ લીધું છે. તેઓ બળજબરીથી ખજાનો અને સંપત્તિ પડાવી લે છે. તેઓએ તેમાં વિધવાઓની સંખ્યા વધારી છે.
