હઝકિયેલ ૨૫:૭
તેથી જુઓ, હું મારો હાથ લંબાવીને તમને મારીશ અને લૂંટ થવા માટે તમને પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. હું બીજા લોકોમાંથી તમારો નાશ કરીશ. હું રાષ્ટ્રોમાંથી તમારો નાશ કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!”હઝકિયેલ ૨૫:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 25:7
- therefore, behold, I have stretched out my hand on you, and will deliver you for a plunder to the nations. I will cut you off from the peoples, and I will cause you to perish out of the countries. I will destroy you. Then you will know that I am the LORD.”
- हिन्दी — यहेजकेल २५:७
- इस कारण देख, मैंने अपना हाथ तेरे ऊपर बढ़ाया है; और तुझको जाति-जाति की लूटकर दूँगा, और देश-देश के लोगों में से तुझे मिटाऊँगा; और देश-देश में से नाश करूँगा। मैं तेरा सत्यानाश कर डालूँगा; तब तू जान लेगा कि मैं यहोवा हूँ।
સંદર્ભમાં
૫હું રાબ્બા નગરને ઊંટોને ચરવાની જગ્યા કરીશ અને આમ્મોનીઓના દેશને ટોળાંઓને બેસવાની જગ્યા કરીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
૬કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે: તેં ઇઝરાયલ દેશની વિરુદ્ધ હાથથી તાળીઓ પાડી છે ખુશ થઈને નાચી છે, તેના પરની તારી સંપૂર્ણ ઈર્ષ્યાને લીધે તું મનમાં ખુશ થઈ છે.
૭તેથી જુઓ, હું મારો હાથ લંબાવીને તમને મારીશ અને લૂંટ થવા માટે તમને પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. હું બીજા લોકોમાંથી તમારો નાશ કરીશ. હું રાષ્ટ્રોમાંથી તમારો નાશ કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!”
૮પ્રભુ યહોવાહ આમ કહે છે: કેમ કે મોઆબ તથા સેઈર કહે છે, “જુઓ, યહૂદિયાના લોક તો બીજી પ્રજાઓ જેવા છે!”
૯તેથી જુઓ! હું મોઆબના ઢોળાવો, તેની સરહદ પરનાં નગરો એટલે બેથ-યશીમોથ, બઆલ-મેઓન તથા કિર્યાથાઈમ જે દેશની શોભા છે.
