હઝકિયેલ ૨૫:૮
પ્રભુ યહોવાહ આમ કહે છે: કેમ કે મોઆબ તથા સેઈર કહે છે, “જુઓ, યહૂદિયાના લોક તો બીજી પ્રજાઓ જેવા છે!”હઝકિયેલ ૨૫:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 25:8
- “‘The Lord GOD says: “Because Moab and Seir say, ‘Behold, the house of Judah is like all the nations,’
- हिन्दी — यहेजकेल २५:८
- “परमेश्वर यहोवा यह कहता है: मोआब और सेईर जो कहते हैं, देखो, यहूदा का घराना और सब जातियों के समान हो गया है।
સંદર્ભમાં
૬કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે: તેં ઇઝરાયલ દેશની વિરુદ્ધ હાથથી તાળીઓ પાડી છે ખુશ થઈને નાચી છે, તેના પરની તારી સંપૂર્ણ ઈર્ષ્યાને લીધે તું મનમાં ખુશ થઈ છે.
૭તેથી જુઓ, હું મારો હાથ લંબાવીને તમને મારીશ અને લૂંટ થવા માટે તમને પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. હું બીજા લોકોમાંથી તમારો નાશ કરીશ. હું રાષ્ટ્રોમાંથી તમારો નાશ કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!”
૮પ્રભુ યહોવાહ આમ કહે છે: કેમ કે મોઆબ તથા સેઈર કહે છે, “જુઓ, યહૂદિયાના લોક તો બીજી પ્રજાઓ જેવા છે!”
૯તેથી જુઓ! હું મોઆબના ઢોળાવો, તેની સરહદ પરનાં નગરો એટલે બેથ-યશીમોથ, બઆલ-મેઓન તથા કિર્યાથાઈમ જે દેશની શોભા છે.
૧૦તે નગરોથી માંડીને હું મોઆબના પડખામાં આમ્મોનીઓની વિરુદ્ધ પૂર્વના લોકોને સારુ ખોલી આપીશ, હું તેઓને વારસા તરીકે આમ્મોનીઓને આપી દઈશ, જેથી આમ્મોનીઓનું નામનિશાન રહેશે નહિ.
