હઝકિયેલ ૩૪:૧૭
હે મારાં ટોળું,” પ્રભુ યહોવાહ આમ કહે છે” જુઓ, “હું ઘેટાં, તથા બકરાંઓ વચ્ચે ન્યાય કરીશ.હઝકિયેલ ૩૪:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 34:17
- “As for you, O my flock, the Lord GOD says: ‘Behold, I judge between sheep and sheep, the rams and the male goats.
- हिन्दी — यहेजकेल ३४:१७
- “हे मेरे झुण्ड, तुम से परमेश्वर यहोवा यह कहता है, देखो, मैं भेड़-भेड़ के बीच और मेढ़ों और बकरों के बीच न्याय करता हूँ। (मत्ती 25:32)
સંદર્ભમાં
૧૫હું પોતે મારાં ટોળાંને ચારીશ, હું તેઓને સુવાડીશ.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
૧૬હું ખોવાયેલાની શોધ કરીશ, કાઢી મૂકેલાંને હું પાછું લાવીશ. હું ઈજા પામેલાં ઘેટાંને પાટો બાંધીશ, માંદાંને સાજાં કરીશ. અને પુષ્ટ તથા બળવાનનો નાશ કરીશ. હું તેઓનું ન્યાયથી પોષણ કરીશ.
૧૭હે મારાં ટોળું,” પ્રભુ યહોવાહ આમ કહે છે” જુઓ, “હું ઘેટાં, તથા બકરાંઓ વચ્ચે ન્યાય કરીશ.
૧૮સારો ચારો ચરીને બાકીનો બચેલો ચારાવાળો ભાગ પગ નીચે ખૂંદવો, અથવા સ્વચ્છ પાણી પીને બાકીનું પાણી પગથી ડહોળી નાખવું એ શું નાની બાબત છે?
૧૯પણ મારાં ટોળું તમારા પગનો કચડેલો ચારો ખાય છે અને તમારા પગથી ડહોળેલું પાણી પીવે છે.”
