ઉત્પત્તિ ૨૪:૬૧
પછી રિબકા તથા તેની દાઈઓ ઊઠીને ઊંટો પર બેઠી અને ઊંટો તે માણસની પાછળ ચાલ્યા. ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે વળ્યો.ઉત્પત્તિ ૨૪:૬૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 24:61
- Rebekah arose with her ladies. They rode on the camels, and followed the man. The servant took Rebekah, and went his way.
- हिन्दी — उत्पत्ति २४:६१
- तब रिबका अपनी सहेलियों समेत चली; और ऊँट पर चढ़कर उस पुरुष के पीछे हो ली। इस प्रकार वह दास रिबका को साथ लेकर चल दिया।
સંદર્ભમાં
૫૯તેથી તેઓએ પોતાની બહેન રિબકાને, તેની દાઈને, ઇબ્રાહિમના દાસને તથા તેના માણસોને વિદાય કર્યા.
૬૦તેઓએ રિબકાને આશીર્વાદ આપતા તેને કહ્યું, “અમારી બહેન, તું કરોડોની માતા થજે અને તારા વંશજો પોતાના વેરીઓના પ્રવેશદ્વારને કબજે કરો.”
૬૧પછી રિબકા તથા તેની દાઈઓ ઊઠીને ઊંટો પર બેઠી અને ઊંટો તે માણસની પાછળ ચાલ્યા. ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે વળ્યો.
૬૨હવે ઇસહાક બેર-લાહાય-રોઈને માર્ગે ચાલતો આવ્યો, કેમ કે તે નેગેબ દેશમાં રહેતો હતો.
૬૩ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો. ત્યારે તેણે પોતાની આંખો ઊંચી કરી તો તેણે ઊંટોને આવતાં જોયાં!
