ઉત્પત્તિ ૨૪:૬૩
ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો. ત્યારે તેણે પોતાની આંખો ઊંચી કરી તો તેણે ઊંટોને આવતાં જોયાં!ઉત્પત્તિ ૨૪:૬૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 24:63
- Isaac went out to meditate in the field at the evening. He lifted up his eyes and looked. Behold, there were camels coming.
- हिन्दी — उत्पत्ति २४:६३
- साँझ के समय वह मैदान में ध्यान करने के लिये निकला था; और उसने आँखें उठाकर क्या देखा, कि ऊँट चले आ रहे हैं।
સંદર્ભમાં
૬૧પછી રિબકા તથા તેની દાઈઓ ઊઠીને ઊંટો પર બેઠી અને ઊંટો તે માણસની પાછળ ચાલ્યા. ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે વળ્યો.
૬૨હવે ઇસહાક બેર-લાહાય-રોઈને માર્ગે ચાલતો આવ્યો, કેમ કે તે નેગેબ દેશમાં રહેતો હતો.
૬૩ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો. ત્યારે તેણે પોતાની આંખો ઊંચી કરી તો તેણે ઊંટોને આવતાં જોયાં!
૬૪રિબકાએ નજર મિલાવીને જયારે ઇસહાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી નીચે ઊતરી.
૬૫તેણે ચાકરને કહ્યું, “આ માણસ કોણ છે કે જે આપણને મળવાને ખેતરમાં આવે છે?” ચાકરે કહ્યું, “તે મારો માલિક છે.” તેથી તેણે પોતાના દુપટ્ટાથી મુખ પર આવરણ કર્યું.
