ઉત્પત્તિ ૨૫:૩૧
યાકૂબે કહ્યું, “પહેલાં તું મને તારું જ્યેષ્ઠપણું વેચાતું આપ.”ઉત્પત્તિ ૨૫:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 25:31
- Jacob said, “First, sell me your birthright.”
- हिन्दी — उत्पत्ति २५:३१
- याकूब ने कहा, “अपना पहलौठे का अधिकार आज मेरे हाथ बेच दे।”
સંદર્ભમાં
૨૯એક દિવસે યાકૂબે શાક રાંધ્યું હતું, ત્યારે એસાવ ખેતરમાંથી આવ્યો. તે થાકેલો હતો.
૩૦એસાવે યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ કેમ કે હું થાકી ગયો છું!” તે માટે તેનું નામ અદોમ કહેવાયું.
૩૧યાકૂબે કહ્યું, “પહેલાં તું મને તારું જ્યેષ્ઠપણું વેચાતું આપ.”
૩૨એસાવે કહ્યું, “જો, હું મરવાની અણી પર છું. આ વરિષ્ઠપદ મારે કશા કામમાં આવવાનું નથી.”
૩૩યાકૂબે કહ્યું, “પહેલા તું મારી આગળ સોગન લે.” એસાવે સોગન લીધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું.
