ઉત્પત્તિ ૩:૪
સાપે સ્ત્રીને કહ્યું કે, “તમે મૃત્યુ નહિ પામો.ઉત્પત્તિ ૩:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 3:4
- The serpent said to the woman, “You won’t really die,
- हिन्दी — उत्पत्ति ३:४
- तब सर्प ने स्त्री से कहा, “तुम निश्चय न मरोगे
સંદર્ભમાં
૨સ્ત્રીએ સાપને કહ્યું કે, “વાડીના વૃક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ,
૩પણ ઈશ્વરે કહેલું છે કે, જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ ‘તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.””
૪સાપે સ્ત્રીને કહ્યું કે, “તમે મૃત્યુ નહિ પામો.
૫કેમ કે ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તેને ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ઈશ્વરો સમાન સારું શું અને નરસું શું છે તે સમજનારાં થશો.”
૬તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.
