ઉત્પત્તિ ૩૮:૧૭
તેણે કહ્યું, “ટોળાંમાંથી એક લવારું હું તને મોકલી આપું છું.” તેણીએ કહ્યું, જ્યાં સુધી તું તે ના મોકલે ત્યાં સુધી તું મને કશું ગીરવે આપું?ઉત્પત્તિ ૩૮:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 38:17
- He said, “I will send you a young goat from the flock.” She said, “Will you give me a pledge, until you send it?”
- हिन्दी — उत्पत्ति ३८:१७
- उसने कहा, “मैं अपनी बकरियों में से बकरी का एक बच्चा तेरे पास भेज दूँगा।” तब उसने कहा, “भला उसके भेजने तक क्या तू हमारे पास कुछ रेहन रख जाएगा?”
સંદર્ભમાં
૧૫જયારે યહૂદાએ તેને જોઈ, ત્યારે તેણે વિચાર્યું કે તે ગણિકા હશે, કેમ કે તેણે તેનું મુખ ઢાંક્યું હતું.
૧૬તે માર્ગની બાજુએ તેની પાસે ગયો અને કહ્યું, “ચાલ, મને તારી સાથે સંબંધ બાંધવા દે.” કેમ કે તે તેની પુત્રવધૂ છે એ તે જાણતો નહોતો. તેણે કહ્યું, “મારી સાથે સંબંધ બાંધવાના બદલામાં તું મને શું આપીશ?
૧૭તેણે કહ્યું, “ટોળાંમાંથી એક લવારું હું તને મોકલી આપું છું.” તેણીએ કહ્યું, જ્યાં સુધી તું તે ના મોકલે ત્યાં સુધી તું મને કશું ગીરવે આપું?
૧૮તેણે કહ્યું, હું તને શું ગીરવે આપી શકું? તેણે કહ્યું, “તારી મુદ્રા, તારો અછોડો તથા તારા હાથમાંની લાકડી.” તેણે તેને તે આપ્યાં. પછી તે તેની પાસે ગયો. તેના સંસર્ગથી તે ગર્ભવતી થઈ.
૧૯તે ઊઠીને ચાલી. પછી તેણે તેનો ઘુંઘટ ઉતાર્યો અને તેનાં વૈધવ્યનાં વસ્ત્ર પહેર્યા.
