ઉત્પત્તિ ૩૮:૧૯
તે ઊઠીને ચાલી. પછી તેણે તેનો ઘુંઘટ ઉતાર્યો અને તેનાં વૈધવ્યનાં વસ્ત્ર પહેર્યા.ઉત્પત્તિ ૩૮:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 38:19
- She arose, and went away, and put off her veil from her, and put on the garments of her widowhood.
- हिन्दी — उत्पत्ति ३८:१९
- तब वह उठकर चली गई, और अपना घूँघट उतारकर अपना विधवापन का पहरावा फिर पहन लिया।
સંદર્ભમાં
૧૭તેણે કહ્યું, “ટોળાંમાંથી એક લવારું હું તને મોકલી આપું છું.” તેણીએ કહ્યું, જ્યાં સુધી તું તે ના મોકલે ત્યાં સુધી તું મને કશું ગીરવે આપું?
૧૮તેણે કહ્યું, હું તને શું ગીરવે આપી શકું? તેણે કહ્યું, “તારી મુદ્રા, તારો અછોડો તથા તારા હાથમાંની લાકડી.” તેણે તેને તે આપ્યાં. પછી તે તેની પાસે ગયો. તેના સંસર્ગથી તે ગર્ભવતી થઈ.
૧૯તે ઊઠીને ચાલી. પછી તેણે તેનો ઘુંઘટ ઉતાર્યો અને તેનાં વૈધવ્યનાં વસ્ત્ર પહેર્યા.
૨૦તે સ્ત્રીના હાથમાંથી ગીરવે મૂકેલી વસ્તુ લેવા માટે યહૂદાએ તેના મિત્ર અદુલ્લામીની સાથે લવારું મોકલ્યું, પણ તે તેને મળી નહિ.
૨૧પછી અદુલ્લામીએ તે જગ્યાના માણસોને પૂછ્યું, “જે ગણિકા એનાઈમ પાસેના માર્ગ પર હતી તે ક્યાં છે?” તેઓએ કહ્યું, “અહીં તો કોઈ ગણિકા નથી.”
