ઉત્પત્તિ ૪:૨૩
લામેખે પોતાની પત્નીઓને કહ્યું કે, “આદા તથા સિલ્લાહ, હું જે કહું તે સાંભળો, હે લામેખની પત્નીઓ માંરે જે કહેવું પડે છે તે કાળજીપૂર્વક સાંભળો. મને ઘાયલ કરનાર એક માણસને, મેં મારી નાખ્યો છે, મને જખમી કરનાર એક જુવાનને મેં મારી નાખ્યો છે.ઉત્પત્તિ ૪:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 4:23
- Lamech said to his wives, “Adah and Zillah, hear my voice. You wives of Lamech, listen to my speech, for I have slain a man for wounding me, a young man for bruising me.
- हिन्दी — उत्पत्ति ४:२३
- लेमेक ने अपनी पत्नियों से कहा, “हे आदा और हे सिल्ला मेरी सुनो; हे लेमेक की पत्नियों, मेरी बात पर कान लगाओ: मैंने एक पुरुष को जो मुझे चोट लगाता था, अर्थात् एक जवान को जो मुझे घायल करता था, घात किया है।
સંદર્ભમાં
૨૧તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તાર તથા પવનથી વાગતાં વાંજિત્રો વગાડનારાઓનો આદિપિતા હતો.
૨૨સિલ્લાહએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. જે સર્વ તાંબાના તથા લોખંડનાં હથિયાર બનાવનાર હતો. તૂબાલ-કાઈનની બહેન નાઅમાહ હતી.
૨૩લામેખે પોતાની પત્નીઓને કહ્યું કે, “આદા તથા સિલ્લાહ, હું જે કહું તે સાંભળો, હે લામેખની પત્નીઓ માંરે જે કહેવું પડે છે તે કાળજીપૂર્વક સાંભળો. મને ઘાયલ કરનાર એક માણસને, મેં મારી નાખ્યો છે, મને જખમી કરનાર એક જુવાનને મેં મારી નાખ્યો છે.
૨૪જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય, તો લામેખનો સિત્તોતેર ગણો લેવાશે.”
૨૫પછી આદમથી સગર્ભા થયેલી તેની પત્ની હવાએ બીજા એક દીકરાને જન્મ આપ્યો. તેનું નામ શેથ રાખવામાં આવ્યું. ત્યારે હવાના ઉદ્દગાર આ હતા: “કાઈને હાબેલને મારી નાખ્યો હતો. એ હાબેલના બદલામાં ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.”
