ઉત્પત્તિ ૪:૨૪
જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય, તો લામેખનો સિત્તોતેર ગણો લેવાશે.”ઉત્પત્તિ ૪:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 4:24
- If Cain will be avenged seven times, truly Lamech seventy-seven times.”
- हिन्दी — उत्पत्ति ४:२४
- जब कैन का बदला सात गुणा लिया जाएगा। तो लेमेक का सतहत्तर गुणा लिया जाएगा।”
સંદર્ભમાં
૨૨સિલ્લાહએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. જે સર્વ તાંબાના તથા લોખંડનાં હથિયાર બનાવનાર હતો. તૂબાલ-કાઈનની બહેન નાઅમાહ હતી.
૨૩લામેખે પોતાની પત્નીઓને કહ્યું કે, “આદા તથા સિલ્લાહ, હું જે કહું તે સાંભળો, હે લામેખની પત્નીઓ માંરે જે કહેવું પડે છે તે કાળજીપૂર્વક સાંભળો. મને ઘાયલ કરનાર એક માણસને, મેં મારી નાખ્યો છે, મને જખમી કરનાર એક જુવાનને મેં મારી નાખ્યો છે.
૨૪જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય, તો લામેખનો સિત્તોતેર ગણો લેવાશે.”
૨૫પછી આદમથી સગર્ભા થયેલી તેની પત્ની હવાએ બીજા એક દીકરાને જન્મ આપ્યો. તેનું નામ શેથ રાખવામાં આવ્યું. ત્યારે હવાના ઉદ્દગાર આ હતા: “કાઈને હાબેલને મારી નાખ્યો હતો. એ હાબેલના બદલામાં ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.”
૨૬શેથની પત્નીએ પણ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ અનોશ રાખ્યું. અનોશના જન્મ પછી લોકોમાં ઈશ્વરની ઉપાસના કરવાની શરૂઆત થઈ.
