ઉત્પત્તિ ૪૨:૮
યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.ઉત્પત્તિ ૪૨:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 42:8
- Joseph recognized his brothers, but they didn’t recognize him.
- हिन्दी — उत्पत्ति ४२:८
- यूसुफ ने अपने भाइयों को पहचान लिया, परन्तु उन्होंने उसको न पहचाना।
સંદર્ભમાં
૬અહીં મિસર દેશનો અધિપતિ યૂસફ હતો. દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. યૂસફના ભાઈઓ આવ્યા અને તેઓએ જમીન સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
૭યૂસફે પોતાના ભાઈઓને જોયાં. તેઓને ઓળખ્યા, પણ તે જાણે તેઓને ઓળખતો ન હોય તેમ તેઓની સાથે વર્ત્યો. તેણે તેઓની સાથે કઠોરતાથી વાત કરીને પૂછ્યું, “તમે ક્યાંથી આવ્યા છો? “તેઓએ કહ્યું, “અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવાને આવ્યા છીએ.
૮યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.
૯યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં હતાં તે યાદ આવ્યાં. તેણે તેઓને કહ્યું, “તમે જાસૂસ છે. અનાજને બહાને જાસૂસી કરવા આવ્યા છો.”
૧૦તેઓએ તેને કહ્યું, “ના, મારા માલિક, તારા દાસો અનાજ વેચાતું લેવાને આવ્યા છે.
