ઉત્પત્તિ ૪૨:૯
યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં હતાં તે યાદ આવ્યાં. તેણે તેઓને કહ્યું, “તમે જાસૂસ છે. અનાજને બહાને જાસૂસી કરવા આવ્યા છો.”ઉત્પત્તિ ૪૨:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 42:9
- Joseph remembered the dreams which he dreamed about them, and said to them, “You are spies! You have come to see the nakedness of the land.”
- हिन्दी — उत्पत्ति ४२:९
- तब यूसुफ अपने उन स्वप्नों को स्मरण करके जो उसने उनके विषय में देखे थे, उनसे कहने लगा, “तुम भेदिए हो; इस देश की दुर्दशा को देखने के लिये आए हो।”
સંદર્ભમાં
૭યૂસફે પોતાના ભાઈઓને જોયાં. તેઓને ઓળખ્યા, પણ તે જાણે તેઓને ઓળખતો ન હોય તેમ તેઓની સાથે વર્ત્યો. તેણે તેઓની સાથે કઠોરતાથી વાત કરીને પૂછ્યું, “તમે ક્યાંથી આવ્યા છો? “તેઓએ કહ્યું, “અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવાને આવ્યા છીએ.
૮યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.
૯યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં હતાં તે યાદ આવ્યાં. તેણે તેઓને કહ્યું, “તમે જાસૂસ છે. અનાજને બહાને જાસૂસી કરવા આવ્યા છો.”
૧૦તેઓએ તેને કહ્યું, “ના, મારા માલિક, તારા દાસો અનાજ વેચાતું લેવાને આવ્યા છે.
૧૧અમે સર્વ એક માણસના દીકરાઓ છીએ. અમે પ્રમાણિક પુરુષો છીએ. જાસૂસો નથી.”
