ઉત્પત્તિ ૪૯:૧૫
તેણે સારી આરામદાયક જગ્યા અને અને સુખપ્રદ પ્રદેશ જોયો છે. તે બોજો ઊંચકવાને તેનો ખભો નમાવશે; અને તે વૈતરું કરનારો ગુલામ થશે.ઉત્પત્તિ ૪૯:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 49:15
- He saw a resting place, that it was good, the land, that it was pleasant. He bows his shoulder to the burden, and becomes a servant doing forced labor.
- हिन्दी — उत्पत्ति ४९:१५
- उसने एक विश्रामस्थान देखकर, कि अच्छा है, और एक देश, कि मनोहर है, अपने कंधे को बोझ उठाने के लिये झुकाया, और बेगारी में दास का सा काम करने लगा।
સંદર્ભમાં
૧૩ઝબુલોન સમુદ્રના કાંઠાની પાસે રહેશે. તે વહાણોને સારુ બંદરરૂપ થશે અને તેની સરહદ સિદોન સુધી વિસ્તારવામાં આવશે.
૧૪ઇસ્સાખાર બળવાન ગધેડો, બે ઘેટાંવાડાઓના વચ્ચે સૂતેલો છે.
૧૫તેણે સારી આરામદાયક જગ્યા અને અને સુખપ્રદ પ્રદેશ જોયો છે. તે બોજો ઊંચકવાને તેનો ખભો નમાવશે; અને તે વૈતરું કરનારો ગુલામ થશે.
૧૬ઇઝરાયલનાં અન્ય કુળોની માફક, દાન તેના લોકોનો ન્યાય કરશે.
૧૭દાન માર્ગની બાજુમાંના સાપ જેવો, અને સીમમાં ઊડતા ઝેરી સાપ જેવો થશે, તે ઘોડાની એડીને એવો ડંખ મારશે, કે તેનો સવાર લથડી પડશે.
