ઉત્પત્તિ ૬:૯
નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો.ઉત્પત્તિ ૬:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 6:9
- This is the history of the generations of Noah: Noah was a righteous man, blameless among the people of his time. Noah walked with God.
- हिन्दी — उत्पत्ति ६:९
- नूह की वंशावली यह है। नूह धर्मी पुरुष और अपने समय के लोगों में खरा था; और नूह परमेश्वर ही के साथ-साथ चलता रहा।
સંદર્ભમાં
૭ઈશ્વરે કહ્યું કે, “જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશના પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું.”
૮પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.
૯નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો.
૧૦નૂહને ત્રણ દીકરાઓ હતા: શેમ, હામ તથા યાફેથ.
૧૧ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી.
