હોશિયા ૧:૬
ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું, તેનું નામ લો-રૂહામા પાડ, કેમ કે હવે પછી હું કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ તેઓને કદી માફ કરીશ નહિ.હોશિયા ૧:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hosea 1:6
- She conceived again, and bore a daughter. Then he said to him, “Call her name Lo-Ruhamah, for I will no longer have mercy on the house of Israel, that I should in any way pardon them.
- हिन्दी — होशे १:६
- वह स्त्री फिर गर्भवती हुई और उसके एक बेटी उत्पन्न हुई। तब यहोवा ने होशे से कहा, “उसका नाम लोरुहामा रख; क्योंकि मैं इस्राएल के घराने पर फिर कभी दया करके उनका अपराध किसी प्रकार से क्षमा न करूँगा। (1 पत. 2:10)
સંદર્ભમાં
૪યહોવાહે હોશિયાને કહ્યું, “તેનું નામ યિઝ્રએલ રાખ. કેમ કે થોડા જ સમયમાં યિઝ્રએલના લોહીના બદલા માટે હું યેહૂના કુટુંબનો નાશ કરીશ, હું ઇઝરાયલના રાજ્યનો અંત લાવીશ.
૫તે દિવસે એવું થશે કે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ.”
૬ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું, તેનું નામ લો-રૂહામા પાડ, કેમ કે હવે પછી હું કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ તેઓને કદી માફ કરીશ નહિ.
૭પરંતુ હું યહૂદિયાના લોકો પર દયા કરીશ, યહોવાહ તેમનો ઈશ્વર થઈને હું તેઓનો ઉદ્ધાર કરીશ. ધનુષ્ય, તલવાર, યુદ્ધ, ઘોડા કે ઘોડેસવારોથી હું તેઓનો ઉદ્ધાર નહિ કરું.
૮લો-રૂહામાને સ્તનપાન છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો.
