હોશિયા ૧૪:૩
આશ્શૂર અમને બચાવી શકશે નહિ; અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ. હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ, ‘કે તમે અમારા દેવો છો,’ કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે.”હોશિયા ૧૪:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hosea 14:3
- Assyria can’t save us. We won’t ride on horses; neither will we say any more to the work of our hands, ‘Our gods!’ for in you the fatherless finds mercy.”
- हिन्दी — होशे १४:३
- अश्शूर हमारा उद्धार न करेगा, हम घोड़ों पर सवार न होंगे; और न हम फिर अपनी बनाई हुई वस्तुओं से कहेंगे, ‘तुम हमारे ईश्वर हो;’ क्योंकि अनाथ पर तू ही दया करता है।”
સંદર્ભમાં
૧હે ઇઝરાયલ, યહોવાહ તારા ઈશ્વરની પાસે પાછો આવ, કેમ કે તારા અન્યાયને લીધે તું પડી ગયો.
૨તારી સાથે પસ્તાવાના શબ્દો લઈને યહોવાહની પાસે પાછો આવ. તેમને કહો, “અમારાં પાપો દૂર કરો, કૃપાથી અમારો સ્વીકાર કરો, જેથી અમે તમને સ્તુતિના અર્પણ ચઢાવીએ .
૩આશ્શૂર અમને બચાવી શકશે નહિ; અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ. હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ, ‘કે તમે અમારા દેવો છો,’ કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે.”
૪“તેઓના પાછા ફરવાથી હું તેઓને સજા કરીશ નહિ. હું ઉદારપણાથી તેઓના પર પ્રેમ કરીશ, કેમ કે મારો ક્રોધ તેઓના પરથી પાછો ફર્યો છે.
૫હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈશ; તે કમળની જેમ ખીલશે, લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ ઊંડા નાખશે.
