હોશિયા ૧૪:૪
“તેઓના પાછા ફરવાથી હું તેઓને સજા કરીશ નહિ. હું ઉદારપણાથી તેઓના પર પ્રેમ કરીશ, કેમ કે મારો ક્રોધ તેઓના પરથી પાછો ફર્યો છે.હોશિયા ૧૪:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hosea 14:4
- “I will heal their waywardness. I will love them freely; for my anger is turned away from them.
- हिन्दी — होशे १४:४
- मैं उनकी भटक जाने की आदत को दूर करूँगा ; मैं सेंत-मेंत उनसे प्रेम करूँगा, क्योंकि मेरा क्रोध उन पर से उतर गया है।
સંદર્ભમાં
૨તારી સાથે પસ્તાવાના શબ્દો લઈને યહોવાહની પાસે પાછો આવ. તેમને કહો, “અમારાં પાપો દૂર કરો, કૃપાથી અમારો સ્વીકાર કરો, જેથી અમે તમને સ્તુતિના અર્પણ ચઢાવીએ .
૩આશ્શૂર અમને બચાવી શકશે નહિ; અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ. હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ, ‘કે તમે અમારા દેવો છો,’ કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે.”
૪“તેઓના પાછા ફરવાથી હું તેઓને સજા કરીશ નહિ. હું ઉદારપણાથી તેઓના પર પ્રેમ કરીશ, કેમ કે મારો ક્રોધ તેઓના પરથી પાછો ફર્યો છે.
૫હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈશ; તે કમળની જેમ ખીલશે, લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ ઊંડા નાખશે.
૬તેની ડાળીઓ ફેલાઇ જશે, તેનો વૈભવ સુંદર જૈતૂનવૃક્ષના જેવો હશે, અને તેની સુવાસ લબાનોનના જેવી હશે.
