યશાયા ૧૧:૧૨
વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે અને ઇઝરાયલના કાઢી મૂકેલાઓને એકત્ર કરશે, અને યહૂદિયાના વિખેરાઈ ગયેલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે.યશાયા ૧૧:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 11:12
- He will set up a banner for the nations, and will assemble the outcasts of Israel, and gather together the dispersed of Judah from the four corners of the earth.
- हिन्दी — यशायाह ११:१२
- वह अन्यजातियों के लिये झण्डा खड़ा करके इस्राएल के सब निकाले हुओं को, और यहूदा के सब बिखरे हुओं को पृथ्वी की चारों दिशाओं से इकट्ठा करेगा।
સંદર્ભમાં
૧૦તે દિવસે, યિશાઈનું મૂળ લોકોને માટે ધ્વજારૂપ ઊભું રહેશે. તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું નિવાસસ્થાન મહિમાવંત થશે.
૧૧તે દિવસે, પ્રભુ પોતાના લોકોના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશ્શૂરમાંથી, મિસરમાંથી, પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનઆરમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી પાછા લાવવા માટે બીજીવાર પોતાનો હાથ લાંબો કરશે.
૧૨વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે અને ઇઝરાયલના કાઢી મૂકેલાઓને એકત્ર કરશે, અને યહૂદિયાના વિખેરાઈ ગયેલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે.
૧૩વળી એફ્રાઇમની ઈર્ષ્યા મટી જશે, યહૂદાના વિરોધીઓને નાબૂદ કરવામાં આવશે. એફ્રાઇમ યહૂદાની અદેખાઈ કરશે નહિ અને યહૂદા એફ્રાઇમનો વિરોધ કરશે નહિ.
૧૪તેઓ બન્ને ભેગા મળીને પશ્ચિમમાં પલિસ્તીઓ પર ઊતરી પડશે અને તેઓ એકઠા થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. તેઓ અદોમ તથા મોઆબ પર હુમલો કરશે અને આમ્મોન તેઓના હુકમ માનશે.
