યશાયા ૧૧:૧૪
તેઓ બન્ને ભેગા મળીને પશ્ચિમમાં પલિસ્તીઓ પર ઊતરી પડશે અને તેઓ એકઠા થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. તેઓ અદોમ તથા મોઆબ પર હુમલો કરશે અને આમ્મોન તેઓના હુકમ માનશે.યશાયા ૧૧:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 11:14
- They will fly down on the shoulders of the Philistines on the west. Together they will plunder the children of the east. They will extend their power over Edom and Moab, and the children of Ammon will obey them.
- हिन्दी — यशायाह ११:१४
- परन्तु वे पश्चिम की ओर पलिश्तियों के कंधे पर झपट्टा मारेंगे, और मिलकर पूर्वियों को लूटेंगे। वे एदोम और मोआब पर हाथ बढ़ाएँगे, और अम्मोनी उनके अधीन हो जाएँगे।
સંદર્ભમાં
૧૨વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે અને ઇઝરાયલના કાઢી મૂકેલાઓને એકત્ર કરશે, અને યહૂદિયાના વિખેરાઈ ગયેલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે.
૧૩વળી એફ્રાઇમની ઈર્ષ્યા મટી જશે, યહૂદાના વિરોધીઓને નાબૂદ કરવામાં આવશે. એફ્રાઇમ યહૂદાની અદેખાઈ કરશે નહિ અને યહૂદા એફ્રાઇમનો વિરોધ કરશે નહિ.
૧૪તેઓ બન્ને ભેગા મળીને પશ્ચિમમાં પલિસ્તીઓ પર ઊતરી પડશે અને તેઓ એકઠા થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. તેઓ અદોમ તથા મોઆબ પર હુમલો કરશે અને આમ્મોન તેઓના હુકમ માનશે.
૧૫યહોવાહ મિસરના સમુદ્ર કિનારાની ભૂમિ વહેંચશે, અને પોતાના ઉગ્ર પવનથી તે ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવશે, અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે, જેથી લોકો તેને પગરખાં પહેરેલાં રાખીને પાર કરશે.
૧૬જેમ ઇઝરાયલને માટે મિસરમાંથી ઉપર આવવાના સમયમાં હતી તેવી સડક આશ્શૂરમાંથી તેના લોકોના શેષને માટે થશે.
