યશાયા ૪૧:૧૮
હું ઉજ્જડ ડુંગરો પર નાળાં અને ખીણોમાં ઝરણાં વહેવડાવીશ; હું અરણ્યને પાણીનું તળાવ અને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ.યશાયા ૪૧:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 41:18
- I will open rivers on the bare heights, and springs in the middle of the valleys. I will make the wilderness a pool of water, and the dry land springs of water.
- हिन्दी — यशायाह ४१:१८
- मैं मुँण्ड़े टीलों से भी नदियाँ और मैदानों के बीच में सोते बहाऊँगा; मैं जंगल को ताल और निर्जल देश को सोते ही सोते कर दूँगा।
સંદર્ભમાં
૧૬તું તેઓને ઊપણશે અને વાયુ તેઓને ઉડાવશે અને તેઓને વિખેરી નાખશે. તું યહોવાહમાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્રમાં આનંદ કરશે.
૧૭દુ:ખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી અને તેમની જીભો તરસથી સુકાઈ ગઈ છે; હું, યહોવાહ, તેઓની પ્રાર્થનાઓનો ઉત્તર આપીશ; હું, ઇઝરાયલનો ઈશ્વર, તેઓને તજીશ નહિ.
૧૮હું ઉજ્જડ ડુંગરો પર નાળાં અને ખીણોમાં ઝરણાં વહેવડાવીશ; હું અરણ્યને પાણીનું તળાવ અને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ.
૧૯હું અરણ્યમાં દેવદારના, બાવળ અને મેંદી તથા જૈતવૃક્ષ ઉગાડીશ; હું રણમાં ભદ્રાક્ષ, સરળ અને એરેજનાં વૃક્ષ ભેગાં ઉગાડીશ.
૨૦હું આ કરીશ જેથી તેઓ આ સર્વ જુએ, તે જાણે અને સાથે સમજે, કે યહોવાહના હાથે આ કર્યું છે, કે ઇઝરાયલના પવિત્ર એને ઉત્પન્ન કર્યુ છે.
