યશાયા ૪૧:૨૦
હું આ કરીશ જેથી તેઓ આ સર્વ જુએ, તે જાણે અને સાથે સમજે, કે યહોવાહના હાથે આ કર્યું છે, કે ઇઝરાયલના પવિત્ર એને ઉત્પન્ન કર્યુ છે.યશાયા ૪૧:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 41:20
- that they may see, know, consider, and understand together, that the LORD’s hand has done this, and the Holy One of Israel has created it.
- हिन्दी — यशायाह ४१:२०
- जिससे लोग देखकर जान लें, और सोचकर पूरी रीति से समझ लें कि यह यहोवा के हाथ का किया हुआ और इस्राएल के पवित्र का सृजा हुआ है।
સંદર્ભમાં
૧૮હું ઉજ્જડ ડુંગરો પર નાળાં અને ખીણોમાં ઝરણાં વહેવડાવીશ; હું અરણ્યને પાણીનું તળાવ અને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ.
૧૯હું અરણ્યમાં દેવદારના, બાવળ અને મેંદી તથા જૈતવૃક્ષ ઉગાડીશ; હું રણમાં ભદ્રાક્ષ, સરળ અને એરેજનાં વૃક્ષ ભેગાં ઉગાડીશ.
૨૦હું આ કરીશ જેથી તેઓ આ સર્વ જુએ, તે જાણે અને સાથે સમજે, કે યહોવાહના હાથે આ કર્યું છે, કે ઇઝરાયલના પવિત્ર એને ઉત્પન્ન કર્યુ છે.
૨૧યહોવાહ કહે છે, “તમારો દાવો રજૂ કરો,” યાકૂબના રાજા કહે છે, “તમારી મૂર્તિઓ માટે ઉત્તમ દલીલો જાહેર કરો.”
૨૨તેઓને પોતાની દલીલો રજૂ કરવા દો; તેઓને આગળ આવીને આપણને એ જણાવવા દો કે શું થવાનું છે, જેથી આ બાબતો વિષે અમે જાણીએ. તેઓને આગાઉની વાણી શી હતી તે અમને જણાવવા દો, જેથી અમે તેના વિષે વિચાર કરીએ અને જાણીએ કે તે કેવી રીતે પૂર્ણ થયું છે.
