યશાયા ૪૧:૩
તે તેઓની પાછળ પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડ્યા નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે.યશાયા ૪૧:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 41:3
- He pursues them and passes by safely, even by a way that he had not gone with his feet.
- हिन्दी — यशायाह ४१:३
- वह उन्हें खदेड़ता और ऐसे मार्ग से, जिस पर वह कभी न चला था, बिना रोक-टोक आगे बढ़ता है।
સંદર્ભમાં
૧ઈશ્વર કહે છે, “હે દ્વીપો, મારી આગળ છાના રહીને સાંભળો; દેશો નવું સામર્થ્ય પામે; તેઓ પાસે આવે અને બોલે, આપણે એકત્ર થઈને ન્યાયના ચુકાદાને માટે નજીક આવીએ.
૨કોણે પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે? કોને ઈશ્વરે ન્યાયીપણામાં પોતાની સેવાને માટે બોલાવ્યો છે? તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે અને રાજાઓ પર એને અધિકાર આપે છે; તે તેમને ધૂળની જેમ એની તલવારને, અને ઊડતાં ફોતરાંની જેમ એના ધનુષ્યને સોંપી દે છે.
૩તે તેઓની પાછળ પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડ્યા નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે.
૪કોણે આ કાર્ય શરૂ કર્યું અને સંપૂર્ણ કર્યું છે? કોણે આરંભથી મનુષ્યોની પેઢી ને બોલાવી છે? હું, યહોવાહ, આદિ છું, તથા છેલ્લાની સાથે રહેનાર, પણ હું જ છું.
૫ટાપુઓએ તે જોયું છે અને તેઓ બીધા છે; પૃથ્વીના છેડા ધ્રૂજ્યા છે; તેઓ પાસે આવીને હાજર થયા.
