યશાયા ૪૧:૫
ટાપુઓએ તે જોયું છે અને તેઓ બીધા છે; પૃથ્વીના છેડા ધ્રૂજ્યા છે; તેઓ પાસે આવીને હાજર થયા.યશાયા ૪૧:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 41:5
- The islands have seen, and fear. The ends of the earth tremble. They approach, and come.
- हिन्दी — यशायाह ४१:५
- द्वीप देखकर डरते हैं, पृथ्वी के दूर देश काँप उठे और निकट आ गए हैं।
સંદર્ભમાં
૩તે તેઓની પાછળ પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડ્યા નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે.
૪કોણે આ કાર્ય શરૂ કર્યું અને સંપૂર્ણ કર્યું છે? કોણે આરંભથી મનુષ્યોની પેઢી ને બોલાવી છે? હું, યહોવાહ, આદિ છું, તથા છેલ્લાની સાથે રહેનાર, પણ હું જ છું.
૫ટાપુઓએ તે જોયું છે અને તેઓ બીધા છે; પૃથ્વીના છેડા ધ્રૂજ્યા છે; તેઓ પાસે આવીને હાજર થયા.
૬દરેકે પોતાના પડોશીની મદદ કરી અને દરેક એકબીજાને કહે છે કે, ‘હિંમત રાખ.’
૭તેથી સુથાર સોનીને હિંમત આપે છે, અને જે હથોડીથી કાર્ય કરે છે તે એરણ પર કાર્ય કરનારને હિંમત આપે છે, અને તેણે મૂર્તિને ખીલાથી સજ્જડ કરી કે તે ડગે નહિ.
