યર્મિયા ૧૧:૧૬
પાછલા સમયમાં, યહોવાહે ‘તમને લીલું મનોહર, તથા ફળ આપનાર જૈતૂનવૃક્ષ કહીને બોલાવ્યા.’ પણ મોટા અવાજ સાથે તેમણે તેની પર અગ્નિ સળગાવ્યો છે. અને તેની ડાળીઓ ભાંગી નાખી છે.યર્મિયા ૧૧:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 11:16
- The LORD called your name, “A green olive tree, beautiful with goodly fruit.” With the noise of a great roar he has kindled fire on it, and its branches are broken.
- हिन्दी — यिर्मयाह ११:१६
- यहोवा ने तुझको हरा, मनोहर, सुन्दर फलवाला जैतून तो कहा था, परन्तु उसने बड़े हुल्लड़ के शब्द होते ही उसमें आग लगाई, और उसकी डालियाँ तोड़ डाली गईं।
સંદર્ભમાં
૧૪તેથી તું, હે યર્મિયા, આ લોકો માટે વિનંતી કરીશ નહિ. તેઓના માટે કાલાવાલા કે પ્રાર્થના કરીશ નહિ. કેમ કે જ્યારે તેઓ પોતાના સંકટના સમયે મને હાંક મારશે ત્યારે હું તેઓનું સાંભળવાનો નથી.
૧૫હે મારી પ્રિય પ્રજા, જેણે ઘણાં દુષ્ટ મનસૂબા મારા ઘરમાં કર્યા છે તેનું શું કામ છે? તારી પાસેથી બલિદાન માટે માંસ ગયું છે, કેમ કે તમે ભૂંડું કર્યું છતાં આનંદ કરો છો.
૧૬પાછલા સમયમાં, યહોવાહે ‘તમને લીલું મનોહર, તથા ફળ આપનાર જૈતૂનવૃક્ષ કહીને બોલાવ્યા.’ પણ મોટા અવાજ સાથે તેમણે તેની પર અગ્નિ સળગાવ્યો છે. અને તેની ડાળીઓ ભાંગી નાખી છે.
૧૭ઇઝરાયલના લોકોએ અને યહૂદાના લોકોએ મને રોષ ચઢાવવા માટે બઆલની આગળ ધૂપ બાળીને પોતાના હિતની વિરુદ્ધ દુષ્ટતા કરી છે અને તેથી સૈન્યોના ઈશ્વર યહોવાહ તારા પર વિનાશ લાવ્યા છે.
૧૮યહોવાહે તે વિષે મને જણાવ્યું છે, જેથી હું સમજી શકું ત્યારે તેમણે મને તેઓનાં કામ બતાવ્યાં.
