યર્મિયા ૩:૧૮
તે વખતે યહૂદિયાના લોકો ઇઝરાયલના લોકો સાથે ભેગા મળીને ચાલશે. અને ઉત્તર દેશમાંથી નીકળીને જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના વારસા તરીકે આપી હતી તેમાં પાછા આવશે.યર્મિયા ૩:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 3:18
- In those days the house of Judah will walk with the house of Israel, and they will come together out of the land of the north to the land that I gave for an inheritance to your fathers.
- हिन्दी — यिर्मयाह ३:१८
- उन दिनों में यहूदा का घराना इस्राएल के घराने के साथ चलेगा और वे दोनों मिलकर उत्तर के देश से इस देश में आएँगे जिसे मैंने उनके पूर्वजों को निज भाग करके दिया था।
સંદર્ભમાં
૧૬વળી યહોવાહ કહે છે કે, ત્યારે દેશમાં તમારી સંખ્યા વધશે અને તમે આબાદ થશો. ત્યારે તે સમયે ‘યહોવાહના કરારકોશ’ વિષે તેઓ ફરી બોલશે નહિ. અને તે તેઓના મનમાં આવશે નહિ, તેનું સ્મરણ તેઓ કરશે નહિ, તથા તે જોવા જશે નહિ. અને ફરી એવું કંઈ કરશે નહિ.’”
૧૭તે વખતે યરુશાલેમને તેઓ યહોવાહનું રાજ્યાસન કહેશે, સર્વ પ્રજાઓ ત્યાં એટલે યરુશાલેમમાં યહોવાહના નામની ખાતર એકઠી થશે. અને તેઓ પોતાની ભૂંડી ઇચ્છાઓને કદી આધીન થશે નહિ.
૧૮તે વખતે યહૂદિયાના લોકો ઇઝરાયલના લોકો સાથે ભેગા મળીને ચાલશે. અને ઉત્તર દેશમાંથી નીકળીને જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના વારસા તરીકે આપી હતી તેમાં પાછા આવશે.
૧૯પણ મેં કહ્યું કે, હું તને મારા દીકરા જેવો કેમ ગણું અને તને એક રળિયામણી ભૂમિ કેમ આપું, એટલે સર્વ પ્રજાઓમાં સર્વોતમ વારસો હું તને કેમ આપું? મેં એમ માન્યું હતું કે, તું મને “મારા પિતા” કહીને બોલાવશે.’ અને મારાથી કદી વિમુખ નહિ થાય.
૨૦જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના પતિને તરછોડે છે તેમ, ઓ ઇઝરાયલના વંશજો, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. એવું યહોવાહ કહે છે.
