યર્મિયા ૩:૧૯
પણ મેં કહ્યું કે, હું તને મારા દીકરા જેવો કેમ ગણું અને તને એક રળિયામણી ભૂમિ કેમ આપું, એટલે સર્વ પ્રજાઓમાં સર્વોતમ વારસો હું તને કેમ આપું? મેં એમ માન્યું હતું કે, તું મને “મારા પિતા” કહીને બોલાવશે.’ અને મારાથી કદી વિમુખ નહિ થાય.યર્મિયા ૩:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 3:19
- “But I said, ‘How I desire to put you among the children, and give you a pleasant land, a goodly heritage of the armies of the nations!’ and I said, ‘You shall call me “My Father”, and shall not turn away from following me.’
- हिन्दी — यिर्मयाह ३:१९
- “मैंने सोचा था, मैं कैसे तुझे लड़कों में गिनकर वह मनभावना देश दूँ जो सब जातियों के देशों का शिरोमणि है। मैंने सोचा कि तू मुझे पिता कहेगी, और मुझसे फिर न भटकेगी। (1 पत. 1:3-7)
સંદર્ભમાં
૧૭તે વખતે યરુશાલેમને તેઓ યહોવાહનું રાજ્યાસન કહેશે, સર્વ પ્રજાઓ ત્યાં એટલે યરુશાલેમમાં યહોવાહના નામની ખાતર એકઠી થશે. અને તેઓ પોતાની ભૂંડી ઇચ્છાઓને કદી આધીન થશે નહિ.
૧૮તે વખતે યહૂદિયાના લોકો ઇઝરાયલના લોકો સાથે ભેગા મળીને ચાલશે. અને ઉત્તર દેશમાંથી નીકળીને જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના વારસા તરીકે આપી હતી તેમાં પાછા આવશે.
૧૯પણ મેં કહ્યું કે, હું તને મારા દીકરા જેવો કેમ ગણું અને તને એક રળિયામણી ભૂમિ કેમ આપું, એટલે સર્વ પ્રજાઓમાં સર્વોતમ વારસો હું તને કેમ આપું? મેં એમ માન્યું હતું કે, તું મને “મારા પિતા” કહીને બોલાવશે.’ અને મારાથી કદી વિમુખ નહિ થાય.
૨૦જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના પતિને તરછોડે છે તેમ, ઓ ઇઝરાયલના વંશજો, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. એવું યહોવાહ કહે છે.
૨૧ખાલી પર્વતો પર સાદ સાંભળવામાં આવ્યો છે. એટલે ઇઝરાયલી લોકોનું રુદન તથા તેઓની વિનંતીઓ સાંભળવામાં આવી છે. કેમ કે તેઓ અવળે માર્ગે ચાલ્યા છે અને તેમના ઈશ્વર યહોવાહને વીસરી ગયા છે.
