યર્મિયા ૫૧:૧૦
યહોવાહે કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, આપણા યહોવાહે ઈશ્વર જે સર્વ કર્યું છે તે આપણે સિયોનમાં જઈને કહી સંભળાવીએ.યર્મિયા ૫૧:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 51:10
- ‘The LORD has produced our righteousness. Come, and let’s declare in Zion the work of the LORD our God.’
- हिन्दी — यिर्मयाह ५१:१०
- यहोवा ने हमारे धार्मिकता के काम प्रगट किए हैं; अतः आओ, हम सिय्योन में अपने परमेश्वर यहोवा के काम का वर्णन करें।
સંદર્ભમાં
૮પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે. તે ભાંગ્યું છે. તેને માટે ચિંતા કરો, તેના ઘા માટે ઔષધિ લઈ આવો. કદાચ તે સાજું થાય પણ ખરું.
૯બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો, પરંતુ તે સ્વસ્થ ન થયું. તેને છોડી દો, ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ, કેમ કે તેનું શાસન આકાશ સુધી પહોંચ્યું છે. તે ગગન સુધી ઊંચું ચઢ્યું છે.
૧૦યહોવાહે કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, આપણા યહોવાહે ઈશ્વર જે સર્વ કર્યું છે તે આપણે સિયોનમાં જઈને કહી સંભળાવીએ.
૧૧તમારાં બાણને ધારદાર બનાવો. તમારાં ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કેમ કે બાબિલ પર ચઢાઈ કરી તેનો વિનાશ કરવા યહોવાહે માદીઓના રાજાઓને કહ્યું છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે, અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવાહ વૈર વાળી રહ્યાં છે.
૧૨બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે ઝંડો ઊંચો કરો, સંરક્ષણ મજબૂત કરો. અને ચોકીદારોને શહેરની આસપાસ ગોઠવો; ઓચિંતો છાપો મારવા માટે છુપાઈ રહો, કેમ કે યહોવાહે જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે.
