યર્મિયા ૫૧:૯
બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો, પરંતુ તે સ્વસ્થ ન થયું. તેને છોડી દો, ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ, કેમ કે તેનું શાસન આકાશ સુધી પહોંચ્યું છે. તે ગગન સુધી ઊંચું ચઢ્યું છે.યર્મિયા ૫૧:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 51:9
- “We would have healed Babylon, but she is not healed. Forsake her, and let’s each go into his own country; for her judgment reaches to heaven, and is lifted up even to the skies.
- हिन्दी — यिर्मयाह ५१:९
- हम बाबेल का इलाज करते तो थे, परन्तु वह चंगी नहीं हुई। इसलिए आओ, हम उसको तजकर अपने-अपने देश को चले जाएँ; क्योंकि उस पर किए हुए न्याय का निर्णय आकाश वरन् स्वर्ग तक भी पहुँच गया है। (प्रका. 18:5)
સંદર્ભમાં
૭બાબિલ તો યહોવાહના હાથમાં સોનાના પ્યાલા સમું હતું. તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે. પ્રજાઓએ તે પીધો અને લોકો ઘેલા થયા.
૮પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે. તે ભાંગ્યું છે. તેને માટે ચિંતા કરો, તેના ઘા માટે ઔષધિ લઈ આવો. કદાચ તે સાજું થાય પણ ખરું.
૯બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો, પરંતુ તે સ્વસ્થ ન થયું. તેને છોડી દો, ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ, કેમ કે તેનું શાસન આકાશ સુધી પહોંચ્યું છે. તે ગગન સુધી ઊંચું ચઢ્યું છે.
૧૦યહોવાહે કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, આપણા યહોવાહે ઈશ્વર જે સર્વ કર્યું છે તે આપણે સિયોનમાં જઈને કહી સંભળાવીએ.
૧૧તમારાં બાણને ધારદાર બનાવો. તમારાં ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કેમ કે બાબિલ પર ચઢાઈ કરી તેનો વિનાશ કરવા યહોવાહે માદીઓના રાજાઓને કહ્યું છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે, અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવાહ વૈર વાળી રહ્યાં છે.
