યર્મિયા ૬:૧૩
કેમ કે તેઓ બધા નાનાથી માંડીને છેક મોટા સુધી સર્વ લોભી છે. અને પ્રબોધકોથી યાજકો સુધી સર્વ જુઠાણું ચલાવે છે.યર્મિયા ૬:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 6:13
- “For from their least even to their greatest, everyone is given to covetousness. From the prophet even to the priest, everyone deals falsely.
- हिन्दी — यिर्मयाह ६:१३
- “क्योंकि उनमें छोटे से लेकर बड़े तक सब के सब लालची हैं ; और क्या भविष्यद्वक्ता क्या याजक सब के सब छल से काम करते हैं।
સંદર્ભમાં
૧૧પણ હું યહોવાહના રોષથી ભરપૂર છું, હું તેને અંદર દબાવી શકતો નથી. મહોલ્લાના લોકો પર અને ટોળે વળતા યુવાનો પર તેનો ઊભરો કાઢ. કેમ કે પુરુષ તથા સ્ત્રી અને ઘરડાઓ સુદ્ધાં બધા જ પકડાઈ જશે.
૧૨તેઓનાં ઘરો અને તેઓનાં ખેતરો તથા પત્નીઓ બીજાઓને સોંપવામાં આવશે. કેમ કે હું આ દેશના લોકોને શિક્ષા કરીશ. એમ યહોવાહ કહે છે.
૧૩કેમ કે તેઓ બધા નાનાથી માંડીને છેક મોટા સુધી સર્વ લોભી છે. અને પ્રબોધકોથી યાજકો સુધી સર્વ જુઠાણું ચલાવે છે.
૧૪કંઈ શાંતિ ન હોવા છતાં શાંતિ એમ કહીને તેઓ મારા લોકોના ઘાને ‘શાંતિ! શાંતિ!’ છે એમ કહીને ઉપર છલ્લા રુઝાવે છે.
૧૫તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું માટે શું તેઓ શરમિંદા થયા? તેઓ બિલકુલ શરમિંદા થયા નહિ; વળી શું થયું છે તે તેઓ સમજ્યા નહિ. તેથી તેઓ પડનારા ભેગા પડશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે,” એમ યહોવાહ કહે છે.
