અયૂબ ૧૪:૧૯
પાણી પથ્થરોને ઘસી નાખે છે; પાણીના પૂર જમીન પરની ધૂળ ઘસડી જાય છે. અને તેવી જ રીતે તમે મનુષ્યની આશાનો નાશ કરો છો.અયૂબ ૧૪:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 14:19
- The waters wear the stones. The torrents of it wash away the dust of the earth. So you destroy the hope of man.
- हिन्दी — अय्यूब १४:१९
- और पत्थर जल से घिस जाते हैं, और भूमि की धूलि उसकी बाढ़ से बहाई जाती है; उसी प्रकार तू मनुष्य की आशा को मिटा देता है।
સંદર્ભમાં
૧૭મારાં પાપોને એક કોથળીમાં બંધ કરીને ઉપર મહોર મારવામાં આવી છે. તમે મારા અન્યાયને ઢાંકી દો છો.
૧૮નિશ્ચે પર્વતો પડીને નષ્ટ થાય છે, અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે.
૧૯પાણી પથ્થરોને ઘસી નાખે છે; પાણીના પૂર જમીન પરની ધૂળ ઘસડી જાય છે. અને તેવી જ રીતે તમે મનુષ્યની આશાનો નાશ કરો છો.
૨૦તમે હમેશાં તેઓની પર જય મેળવો છો. અને પછી તે મૃત્યુ પામે છે; તમે તેને ઉદાસ ચહેરે મોકલી દો છો.
૨૧તેના દીકરાઓ માનવંત પદે ચઢે છે, પણ તે પોતે જાણતો નથી; તેઓ દીનાવસ્થામાં આવી પડે એ વિષે પણ તે અજાણ છે.
