અયૂબ ૧૫:૩
શું તે નિરર્થક વાત વડે કે, હિત ન કરી શકે એવા ભાષણ વડે દલીલ કરે?અયૂબ ૧૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 15:3
- Should he reason with unprofitable talk, or with speeches with which he can do no good?
- हिन्दी — अय्यूब १५:३
- क्या वह निष्फल वचनों से, या व्यर्थ बातों से वाद-विवाद करे?
સંદર્ભમાં
૧પછી અલિફાઝ તેમાનીએ ઉત્તર આપીને કહ્યું કે,
૨“શું કોઈ જ્ઞાની માણસ ખાલી શબ્દોથી દલીલ કરે અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?
૩શું તે નિરર્થક વાત વડે કે, હિત ન કરી શકે એવા ભાષણ વડે દલીલ કરે?
૪હા, તું ઈશ્વરના ભયનો પણ ત્યાગ કરે છે. તથા તું ઈશ્વરભક્તિને અટકાવે છે,
૫કેમ કે તારો અન્યાય તારા મુખને શીખવે છે. અને તું કપટીઓની જીભને પસંદ કરે છે.
