અયૂબ ૩૭:૨૦
શું હું ઈશ્વરને કહીશ કે મારી ઇચ્છા તેની સાથે વાત કરવાની હતી? શું કોઈ માણસ ઇચ્છે કે તેનો નાશ થાય?અયૂબ ૩૭:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 37:20
- Will it be told him that I would speak? Or should a man wish that he were swallowed up?
- हिन्दी — अय्यूब ३७:२०
- क्या उसको बताया जाए कि मैं बोलना चाहता हूँ? क्या कोई अपना सत्यानाश चाहता है?
સંદર્ભમાં
૧૮જેમ તેમણે આકાશ વિસ્તાર્યાં છે તેમ, તમે કરી શકો છો? આકાશને ચમકતા કરેલા પિત્તળની જેમ ચમકીલુ બનાવી શકો છો?
૧૯અમારે શું કહેવું તે અમને શીખવ, કારણ કે અમે અમારા મનના અંધકારને લીધે તેમની સાથે દલીલો કરી શકતા નથી.
૨૦શું હું ઈશ્વરને કહીશ કે મારી ઇચ્છા તેની સાથે વાત કરવાની હતી? શું કોઈ માણસ ઇચ્છે કે તેનો નાશ થાય?
૨૧જ્યારે પવન આકાશને ચોખ્ખું કરે છે ત્યારે એટલું બધું અજવાળું થાય છે કે લોકો સૂર્ય સામે જોઈ શક્તા નથી.
૨૨તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા અને આંખોને આંજી દેતા ઈશ્વરની ભવ્યતા સામે પણ આપણે જોઈ શક્તા નથી.
