અયૂબ ૪૧:૩૧
અને તે ઊંડાણને ઊકળતા પાણીના ઘડાની માફક હલાવે છે; તે સમુદ્રને તેલની માફક જાણે પરપોટા થતા હોય તેમ ઊડાવે છે.અયૂબ ૪૧:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 41:31
- He makes the deep to boil like a pot. He makes the sea like a pot of ointment.
- हिन्दी — अय्यूब ४१:३१
- वह गहरे जल को हण्डे के समान मथता है उसके कारण नील नदी मरहम की हाण्डी के समान होती है।
સંદર્ભમાં
૨૯લાકડાની ડાંગો જાણે તેને સળીના ટુકડા હોય તેમ લાગે છે; અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે.
૩૦તેના પેટની ચામડી ઠીકરા જેવી તીક્ષ્ણ છે; અને તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે.
૩૧અને તે ઊંડાણને ઊકળતા પાણીના ઘડાની માફક હલાવે છે; તે સમુદ્રને તેલની માફક જાણે પરપોટા થતા હોય તેમ ઊડાવે છે.
૩૨તે તેની પાછળ ચમકતો માર્ગ બનાવે છે; કોઈ સમજે છે કે ઊંડાણ સફેદ છે.
૩૩પૃથ્વી પર તેના જેવું બીજું કોઈ પ્રાણી નથી, તે નિર્ભયપણે જીવવાને સૃજાયેલું છે.
