યોએલ ૩:૧૯
મિસર વેરાન થઈ જશે, અને અદોમ ઉજ્જડ બનશે, કેમ કે આ લોકોએ યહૂદાના વંશજો પર ઉત્પાત ગુજાર્યો હતો, તેઓએ પોતાના દેશમાં નિર્દોષ લોહી વહેવડાવ્યું છે.યોએલ ૩:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joel 3:19
- Egypt will be a desolation and Edom will be a desolate wilderness, for the violence done to the children of Judah, because they have shed innocent blood in their land.
- हिन्दी — योएल ३:१९
- यहूदियों पर उपद्रव करने के कारण, मिस्र उजाड़ और एदोम उजड़ा हुआ मरुस्थल हो जाएगा, क्योंकि उन्होंने उनके देश में निर्दोष की हत्या की थी।
સંદર્ભમાં
૧૭તેથી તમે જાણશો કે મારા પવિત્ર પર્વત સિયોન ઉપર રહેનાર હું યહોવાહ તમારો ઈશ્વર છું. પછી યરુશાલેમ પવિત્ર બનશે, અને પરદેશીઓ તેના પર ફરી આક્રમણ કરશે નહિ.
૧૮તે દિવસે એમ થશે કે, પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, અને ડુંગરોમાંથી દૂધ વહેશે, યહૂદિયાની સુકાઈ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે. શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા, યહોવાહના પવિત્રસ્થાનમાંથી ઝરો નીકળશે.
૧૯મિસર વેરાન થઈ જશે, અને અદોમ ઉજ્જડ બનશે, કેમ કે આ લોકોએ યહૂદાના વંશજો પર ઉત્પાત ગુજાર્યો હતો, તેઓએ પોતાના દેશમાં નિર્દોષ લોહી વહેવડાવ્યું છે.
૨૦પણ યહૂદિયા સદાકાળ માટે, અને યરુશાલેમ પેઢી દર પેઢી માટે ટકી રહેશે.
૨૧તેઓનું લોહી કે જેને મેં નિર્દોષ ગણ્યું નથી તેને હું નિર્દોષ ગણીશ,” કેમ કે યહોવાહ સિયોનમાં રહે છે.
