યોએલ ૩:૩
તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને વહેંચી લીધા છે, છોકરાઓ આપીને તેઓએ ગણિકાઓ લીધી છે, અને મદ્યપાન કરવા તેઓએ છોકરીઓ વેચી છે. જેથી તેઓ મદ્યપાન કરી શકે.યોએલ ૩:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joel 3:3
- and have cast lots for my people, and have given a boy for a prostitute, and sold a girl for wine, that they may drink.
- हिन्दी — योएल ३:३
- उन्होंने तो मेरी प्रजा पर चिट्ठी डाली, और एक लड़का वेश्या के बदले में दे दिया, और एक लड़की बेचकर दाखमधु पीया है।
સંદર્ભમાં
૧જુઓ, તે દિવસોમાં એટલે કે તે સમયે, જ્યારે હું યહૂદિયા અને યરુશાલેમની ગુલામગીરી ફેરવી નાખીશ,
૨ત્યારે હું બધી પ્રજાઓને એકત્ર કરીશ, અને તેઓને યહોશાફાટની ખીણમાં નીચે લઈ આવીશ. કેમ કે મારા લોક, એટલે મારો વારસો ઇઝરાયલ, જેઓને તેઓએ વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા, અને મારી ભૂમિ વિભાજિત કરી નાખી છે તેને લીધે, હું તેઓનો ત્યાં ન્યાય કરીશ.
૩તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને વહેંચી લીધા છે, છોકરાઓ આપીને તેઓએ ગણિકાઓ લીધી છે, અને મદ્યપાન કરવા તેઓએ છોકરીઓ વેચી છે. જેથી તેઓ મદ્યપાન કરી શકે.
૪હે તૂર, સિદોન તથા પલિસ્તીના બધા પ્રાંતો, તમે મારા પર શાથી ગુસ્સે થયા છો? તમારે અને મારે શું છે? શું તમે મારા પર વેર વાળશો? જો તમે મારા પર વેર વાળશો તો, બહુ ઝડપથી હું તમારું જ વૈર તમારા માથા પર પાછું વાળીશ.
૫તમે મારા સોના અને ચાંદી લઈ લીધાં છે, તથા મારી સર્વ કિંમતી વસ્તુઓ તમારા સભાસ્થાનોમાં લઈ ગયા છો.
