યોહાન ૧૫:૩
જે વચનો મેં તમને કહ્યાં છે તેના દ્વારા હવે તમે શુદ્ધ થઈ ગયા છો.યોહાન ૧૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 15:3
- You are already pruned clean because of the word which I have spoken to you.
- हिन्दी — यूहन्ना १५:३
- तुम तो उस वचन के कारण जो मैंने तुम से कहा है, शुद्ध हो।
સંદર્ભમાં
૧ખરો દ્રાક્ષાવેલો હું છું અને મારા પિતા માળી છે.
૨મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને તે કાપી નાખે છે; અને જે ડાળીઓને ફળ આવે છે, તે દરેકને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.
૩જે વચનો મેં તમને કહ્યાં છે તેના દ્વારા હવે તમે શુદ્ધ થઈ ગયા છો.
૪તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ; જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી.
૫હું તો દ્રાક્ષાવેલો છું; અને તમે ડાળીઓ છો; જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.
